60 વર્ષના કોર્પોરેટર અને તેની ટીમ રોજના 600 ઘર ફરી 5 હજાર રોટલી ઉઘરાવે છે , ગરીબ…

1424

60 વર્ષના કોર્પોરેટર અને તેની ટીમ રોજના 600 ઘર ફરી 5 હજાર રોટલી ઉઘરાવે છે , ગરીબોની જઠરાગ્ની ઠારે છે….

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર બાબુભાઈ અને એની ટીમે રોજ 600 ઘર ફરી 5000 થી વધુ રોટલી એકઠી કરી રહ્યા છે. ત્યારે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને દાળભાત, શાક સાથે રોટલી પીરસવામાં આવે છે. આવી મહામારીમાં ગરીબોની થાળીમાં રોટલી જોતા તે લોકોને પણ આતરડીમાં ઠંડક પહોંચે છે. બાબુભાઈ જણાવે છે કે કોઈને ફરજિયાત નથી. અમે અલગ અલગ વિસ્તારમાં ફરીએ છીએ. લોકોના ઘરમાં વધેલી ઘટેલી, ઘણીવાર ખાસ આ માટે જ રોટલી બનાવી હોય છે. તેને જેટલી રોટલી આપવી હોય બે, પાંચ, દસ આપી શકે છે અને અમે એ જરૂરિયાતમંદ સુધી પહોંચાડીએ છીએ. આ સિવાય 700 ટિફિન પણ બનાવવામાં આવે છે. એક ટિફિનમાંથી ત્રણ વ્યક્તિઆરામથી જમી લે એ પ્રકારનું ટિફિન પણ ભરવામાં આવે છે.

#rajkot #rangilurajkot #rajkotcity #news #awareness #rajkotdiaries #rajkotdiary #rangeelurajkot #myrajkot #wahrajkot #myrajkotcity #iloverajkot #rajkotians #mycityrajkot #rajkotcityblogs #rajkotinstagram #rangilucity #rajkotupdate #citypostrajkot #rangchherajkotSource : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot