હાલ વિશ્વભર માં કોરોના મહામારી ને ધ્યાન માં રાખતા સખીયાનગર યુવક મંડળ દ્વારા તથા …

1133

હાલ વિશ્વભર માં કોરોના મહામારી ને ધ્યાન માં રાખતા સખીયાનગર યુવક મંડળ દ્વારા તથા સખીયાનગર સોસાયટી(એરપોર્ટ રોડ,રાજકોટ) દ્વારા સાચા અર્થ માં જે લોકો જરૂરિયાત મંદ એટલે કે જે લોકો ની પરિસ્થિતિ ન સહી શકાય ન બોલી શકાય તેવી છે તેવા લોકો સુધી ખુબ નજીવા દરે 210 રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ કીટ માં 5 kg ઘઉં નો લોટ, 1 kg ગુલાબ તેલ, 2 kg ચોખા, 1 kg મગ ફાડા, 1 kg મધુર ખાંડ, 500 gm ચણા નો સમાવેશ થાય છે. આ કીટ નું વિતરણ એરપોર્ટ વિસ્તાર, ગાંધીગ્રામ વિસ્તાર, બજરંગવાડી વિસ્તાર જેવા અનેક વિસ્તાર માં કરવામાં આવ્યું.


Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot