હકર્સનો ટાર્ગેટ હવે ઉજ્જ્વલા LPG ગ્રાહકો જેમ જેમ લોકોમાં અવેરનેસ વધતી જાય તેમ ત…

1266

હકર્સનો ટાર્ગેટ હવે ઉજ્જ્વલા LPG ગ્રાહકો

જેમ જેમ લોકોમાં અવેરનેસ વધતી જાય તેમ તેમ હેકરની નવી નવી ટેકનીકો પણ વધતી જાય છે ત્યારે લોકડાઉન દરમ્યાન સાઇબર ક્રાઇમ વધ્યો અને હવે ગરીબ લોકો ને પણ આવા અસામાજીક તત્વો દ્વારા સાઇબર ફ્રોડ કરી શિકાર બનાવવામાં આવી રહ્યા છે, ટૂંક સમયમાં જ એવું પણ ધ્યાનમાં આવેલ કે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત મહિલાઓને આપવામાં આવેલા ગેસ કનેક્શન ધારકોને સબસીડી અને મફત ગેસ રિફિલ બાબતે ફોન કરી લાલચ આપી પોતે ગેસ એજન્સી થી બોલે છે તેવું જણાવી આધાર નંબર જેવી અમુક ખાનગી વિગતો ટેલિફોનિક માંગવામાં આવે છે. આવો કિસ્સો સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર ગોપાલ વિઠલાણી ને ડિલરો અને સરકારી કંપનીઓ દ્વારા ધ્યાનમાં મુકતા તેઓએ આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે, જરૂર પડ્યે હાઈ લેવલે રિપોર્ટિંગ કરવામાં આવશે.
Source : Cyber Security Training Centre