સાઇબર અટેક બાબતે SBI બેંકની ચેતવણી: ઇમેઇલ માધ્યમે લોકોને ટાર્ગેટ કરવા હેકર્સના પ…

1505

સાઇબર અટેક બાબતે SBI બેંકની ચેતવણી: ઇમેઇલ માધ્યમે લોકોને ટાર્ગેટ કરવા હેકર્સના પ્લાન.

તાજેતરમાં જ પોલીસ વિભાગ અને કેન્દ્ર સરકારશ્રી એ નાગરીકોને વોટ્સએપ માધ્યમે માહિતી આપી સાઇબર અટેક બાબતે સાવચેત કર્યા હતા અને હવે ટ્વીટ દ્વારા ઓફીસીયલ એસબીઆઈ દ્વારા પોતાના ગ્રાહકોને કોઈ કોવિડ19 નામે ઇમેઇલ આવે તો લિંક ક્લિક નહીં કરવા અને ગુપ્ત માહિતીઓ શેર નહીં કરવા સંદેશો પાઠવ્યો છે. મોટા શહેરો વધુ ઝપેટમાં આવી શકે છે. ગવર્મેન્ટ જેવા જ ઈમેઈલ આઈડી દેખાઈ તેવું સેટઅપ કરી લોકોનો વિશ્વાસ હેકર્સ જીતે છે અને ફ્રી માં કોવિડ ટેસ્ટિંગ, કોરોના મેડિકલ ચકાસણી કરવાના નામે ફેક, બોગસ પેજીસ, ઇમેઇલ્સ લિંક ક્લિક કરાવી આગળ કૌભાંડ કરે છે.
Source : Cyber Security Training Centre