રાજકોટ :-સોનાચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સાથે બે ઇસમોને ઝડપી ૧૨ ચોરીનો ભેદ ઉક…

1541


રાજકોટ :-સોનાચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સાથે બે ઇસમોને ઝડપી ૧૨ ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ.
મોટી ઘરફોડચોરીના બનાવો બનતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ ટીમો દ્વારા આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા શખ્સોનો ઇતિહાસ તપાસતા આરોપીઓની ઓળખ મળતા શહેર આઇ.વે પ્રોજેકટની મદદથી આરોપીઓના લોકેશન વિશે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ હકીકતના આધારે જામનગર રોડ પર માધાપર ચોકડી પાસેથી આનંદ જેસીંગ સીતાપરા અને હસમુખ આનંદ સીતાપરાને બે મોટરસાયકલ, સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ૧૫,૦૧,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ ૧૨ ધરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
.
#rajkotcrimebranch #rajkotcitypolice #rajkot #ourrajkot #gujaratSource : our_rajkot