રાજકોટ / સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સેવા આપવા 20 ખાનગી ડોક્ટર આગળ આવ્યા, દર્દી…

1436

રાજકોટ / સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સેવા આપવા 20 ખાનગી ડોક્ટર આગળ આવ્યા, દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે….

કોરોનાના વધતા જતાં કેસને પગલે રાજકોટના તબીબોએ એક મહત્વનો નિર્ણય લઇને સિવિલમાં આવેલી કોવિડ–19 હોસ્પિટલમાં આજથી શહેરના 20 નિષ્ણાંત ક્રિટિકલ કેર સર્જન નિ:શુલ્ક સેવા માટે જાડાયા છે. જેમાં ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસીન રાજકોટ બ્રાન્ચના ડો.તેજસ કરમટા, ડો.સંકલ્પ વણઝારા, ડો.જયેશ ડોબરીયા, ડો.મયકં ઠક્કર, ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, ડો.ભૂમિ દવે, ડો.વિશાલ સડતિયા, ડો.તુષાર બુધવાણી, ડો.નરેશ બાલાસરા, ડો.રીતેષ મારડિયા, ડો.જીગર પાડલિયા, ડો.અર્ચિત રાઠોડ, ડો.વિમલ દવે, ડો.સમિર પ્રજાપતિ, ડો.મિલાપ મશરૂ, ડો.રમેશ માલમ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.ભાવિન ગોર આ તબિબોએ કોવિડના આઇસીયુમાં વિનામૂલ્યે સેવા આપવાનો નિર્ણય લીધો છે અને આજથી સ્વૈચ્છિક રીતે આ તબીબો કોવિડ–19માં જોડાયા છે.

Courtesy – Divyabhaskar @ Rajkot, Gujarat


Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot