રાજકોટ :- સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલ અને તેમની ટીમે બે દિવસ પહેલા સાધુ વાસ…

1899


રાજકોટ :- સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલ અને તેમની ટીમે બે દિવસ પહેલા સાધુ વાસવાણી રોડ પર એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી પુરાયેલી યુવતીને છોડાવી સારવાર માટે ખસેડવામાં આવી હતી, તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવતીની આ હાલત પાછળ માતા-પિતા અને પરિવાર શંકાના દાયરામાં છે. ગઈકાલે જલ્પા પટેલે જણાવ્યું હતું કે પોલીસ ગુનો દાખલ કરે, હું ફરિયાદી બનવા તૈયાર છું. યુવતીને છેલ્લા 6 મહિનાથી ઘરમાં પૂરી રાખવામાં આવી હતી, જેની જાણ જલ્પા પટેલને થતાં યુવતીને છોડાવી હતી અને સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહત્ત્વનું છે કે ઘરના રૂમમાં યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ ભરેલા જોવા મળ્યાં હતાં. પરિવાર યુરિનનો સ્ટોક રાખતો હોવાથી અંધશ્રદ્ધાની પણ ચર્ચા થઇ રહી છે

25 વર્ષીય યુવતી છેલ્લા છ મહિનાથી એક જ રૂમમાં પુરાઇ હતી. છેલ્લા આઠ દિવસથી ખાધું-પીધું ન હોવાથી કોમામાં સરી પડેલી અને મોઢામાં ફીણ આવી ગયેલાની હાલતમાં મળી આવી હતી. બાદમાં સાથી સેવા ગ્રુપે અલ્પાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું .
.
#rajkot #ourrajkot #rajkotcitypoliceSource : our_rajkot