રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે કોરોના વેક્સીનનો જથ્થો આવી ગયો છે. સૌરાષ્ટ…

1585


રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે કોરોના વેક્સીનનો જથ્થો આવી ગયો છે. સૌરાષ્ટ્ર માટે 77 હજાર વેક્સીનના ડોઝ રાજકોટ ખાતે પહોંચ્યા. કૃષિમંત્રી ફળદુની હાજરીમાં તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું. હાલમાં રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે. અહીં 20 લાખ વેક્સિન સ્ટોરેજની કેપેસિટી છે. સાથે જ જ્યાં વેક્સિન સ્ટોરેજ છે તે વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ અલગ અલગ જિલ્લામાં વહેંચી દેવામાં આવશે. જેમાં રાજકોટ જીલ્લા પંચાયતને 9 હજાર ડોઝ, રાજકોટ મહાનગરપાલિકાને 16 હજાર 500 ડોઝ ફાળવાશે.
.
#rajkot #covid19vaccine #saurashtra #ourrajkot #gujaratSource : our_rajkot