રાજકોટ મેયર બીનાબેન આચાર્યએ કહ્યું ખરેખર આ કુદરતી ઘટના કહેવાય ! રાજકોટ :- ઉદય શિ…

1776


રાજકોટ મેયર બીનાબેન આચાર્યએ કહ્યું ખરેખર આ કુદરતી ઘટના કહેવાય !
રાજકોટ :- ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી,ICUમા દાખલ દર્દીઓ ભોગ બન્યા,અને ફરી તપાસના તરકટ શરૂ થયા.આ ગુજરાતમાં 5મી કોવિડ હોસ્પિટલ છે.આવું વારંવાર કેમ થાય છે .રાજ્યનાં મહાનગરોની હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં લાગેલી આગ અંગે કોની સામે અને શું પગલાં લેવાયા ? જો કે આવા બધા સવાલોનો જવાબ ‘તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો જ મળે છે. અને આગળ પણ મળતો રહેશે. પરંતુ આ તપાસ અને કાર્યવાહી ક્યારે થશે તે તો ઈશ્વર જ જાણે અને દરેક દુર્ઘટના પછી સંવેદનાઓ છલકાવાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી :-રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. આ આગ દુર્ઘટના માં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી. આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને જવાબદારી સોંપી.
.
ડેપ્યુટી સીએમ નીતિન પટેલ :-રાજકોટ શહેરમાં દૂર્ભાગ્યપૂર્ણ ઘટના બની, હોસ્પિટલના પ્રથમમાળે ICUમાં આગ લાગતા 5 લોકોના મૃત્યું થયા.26 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા.1 કલાકમાં આગ પર કાબુ મેળવાયો હતો.
.
રાજકોટ મેયર બીનાબેન આચાર્ય :-મોટી જાનહાની ટળી ગઈ છે.ખરેખર આ ઘટના કુદરતી કહેવાય. ફાયર સેફ્ટીના તમામ સાધનો હતા જેથી અન્ય લોકોને બચાવી શકાયા છે. મેયર મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવામાંથી પણ ગયા હતા.
.
#rajkot #covid19hospital #vijayrupani #rajkotmunicipalcorporation #fire #ourrajkot #gujaratSource : our_rajkot