રાજકોટ માં સેવાની સરવાણી યથાવત….. રાજકોટ માં ઓમ ઔટોમેશનના શ્રી હીરેનભાઈ અને શ…

1352

રાજકોટ માં સેવાની સરવાણી યથાવત…..

રાજકોટ માં ઓમ ઔટોમેશનના શ્રી હીરેનભાઈ અને શ્રી ધર્મેશભાઈ શ્રી મહેશ ભાઈ એ વિનામૂલ્યે સેનીટાઈઝર ગેટ બનાવી સીવીલ હોસ્પીટલ માં દાન કર્યું…. રાજકોટ માં ઓમ ઔટોમેશનના શ્રી હીરેનભાઈ અને શ્રી ધર્મેશભાઈ શ્રી મહેશ ભાઈ ના સહયોગથી સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સેનેટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી કોરોના વિભાગમાં સતત દિવસ-રાત સેવા આપતા ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારી તેમજ સિક્યોરિટી અને ત્યાં અવર જવર કરતા કોઈને કોઈપણ રીતે કોરોના ન ફેલાય તે માટે સેનીટાઈઝર ગેટ વિનામૂલ્યે આપેલ.

વિશ્વમાં કોરોના નો ચેપ ખુબજ ઝડપથી વધી રહેલ હોવાથી વિચાર આવેલ કે ફક્ત હાથ ધોવાથી આ વાયરસ નો ચેપ અટકાવી શકીએ નહીં તેના માટે વ્યકિતિનો પૂરો બાહ્ય ભાગ સેનેટાઇઝ કરવો જરૂરી છે અને તે માટે આ પ્રકારના ગેટ ની જરૂરિયાત છે તેવો વિચાર કરી આ ગેટ 24 કલાકના ટૂંકા સમયમાં બનાવેલ છે. જરૂરી સહકાર મળતા આ કામ ખુબજ સરળતાથી થયેલ અને આ દિશામાં વધુ આગળ કામ થઈ શકે. આ સેનીટાઈઝર ગેટ માં કોઈ પણ વ્યક્તિ પેડલ દબાવી અંદર આવી 6 સેકંડ રહી અંદર ફરી પોતાના આખા શરીરમાં ક્યાંય પણ વાયરસના કોઈ અંશ હોય તો તેનો નાશ કરી શકે. આ ગેટ ઓટોમેટિક છે જેથી સેનિટાઇઝિંગ દવાનો બગાડ થતો નથી અને 1 લિટર સેનેટાઈઝર થી 35 લોકો સેનેટાઇઝ થાય છે. આ ગેટ ઓછા ખર્ચમાં ઘણા લોકોની જાનહાની અટકાવી શકે છે. કોરોના વિભાગમાં સેવા આપતા લોકો કોરોના વિભાગમાં સેવા આપતા લોકો ને ભૂલથી પણ આ વાયરસ નો ચેપ તેમને કે તેમના સ્વજનોને ન લાગે તથા આ મહામારી નો ફેલાવો રોકવો ખૂબજ જરૂરી હોય જેથી ઓમ ઓટોમેશન પરિવારના શ્રી હીરેનભાઈ અને
શ્રી ધર્મેશભાઈ શ્રી મહેશ ભાઈ અને અન્ય મિત્રો સાથે આ સેનીટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી સિવિલમાં આપવાનું નક્કી કરેલ. આ કામમાં સિવિલના સિવિલ સર્જન શ્રી ડો. મનીષ મહેતા, ડો. કમલભાઈ ગોસ્વામી તથા સિવિલના સ્ટાફ નો ખૂબ જ સાથ સહકાર મળેલ. જો આ પ્રકારના ગેટ જરૂરી તમામ જગ્યાએ લાગે તો સેવા કરતા લોકોથી કોરોના ફેલાય નહિ તે માટે તમામ રીતે મદદરૂપ થવા ઓમ ઓટોમેશન હાજર રેશે. આ મશીન કોઈ પણ ખાનગી ક્ષેત્રમાં જોઈતુ હોઈ તો 8000 ના નજીવા ખર્ચે આપશુ… #omaitomationrajkot #coronaupdate #senitizergate #donated #civilhospital #rajkotcivilhospital #rajkot #rangchherajkotSource : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot