રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ ૨૦૨૦ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત “…

1342

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ ૨૦૨૦ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત “ફ્લાવર-શો કમ ગાર્ડન એક્ઝિબીશનમાં ફરજ પરના સુરક્ષા શાખાના કર્મચારીની ઈમાનદારીને બીરદાવાઈ

ખોવાયેલ પાકીટ મુલાકાતીને શોધીને સુરક્ષિત પહોંચાડવા બદલ ડીવાય એસ.પી. શ્રી આર.બી.ઝાલાએ તથા પાકીટ માલિકે કર્મચારી શ્રી રાજેન્દ્રસિંહ ચંદુભા જાડેજાની પીઠ થાબડી:

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ ૨૦૨૦ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત તારીખ: ૨૪-૦૧-૨૦૨૦ થી રેસકોર્ષ ગાર્ડન ખાતે યોજાયેલા “ફ્લાવર-શો કમ ગાર્ડન એક્ઝિબીશનમાં બહોળી સંખ્યમાં લોકોનો ધસારો જોવા મળેલ હતો. આ માનવ મહેરામણ દરમ્યાન મુલાકાતી શ્રી ઝુલ્ફીકારભાઈ હિરાણીનું પાકીટ ખોવાય ગયું હતું. જે ફરજ પરના રાજકોટ મહાનગરપાલિકાના સુરક્ષા શાખાના કર્મચારી શ્રી રાજેન્દ્રસિંહ ચંદુભા જાડેજાને મળ્યું હતું. તેમણે પોતાની ઈમાનદારી દેખાડી શ્રી ઝુલ્ફીકારભાઈનો સંપર્ક કરી તેમણે રૂબરૂ બોલાવી પાકીટ પરત કર્યું હતું. તેમની આ ઈમાનદારીને રાજકોટ મહાનગરપાલિકાના ડીવાય.એસ.પી. શ્રી આર.બી.ઝાલાએ બિરદાવી હતી.

વધુ વિગતે જણાવવાનું કે, રાજકોટ શહેરમાં યોજાયેલ “ફ્લાવર શો – ૨૦૨૦” માં તારીખ: ૨૬-૦૧-૨૦૨૦ ને રવિવારે બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું તેમાં રાજુલા સિટી, જી. અમરેલીથી આવેલ મુલાકાતી શ્રી ઝુલ્ફીકારભાઈ હિરાણી “ફ્લાવર શો” નિહાળવા આવ્યા હતા. તે દરમ્યાન સાંજે ૦૬:૩૦ વાગ્યે શ્રી ઝુલ્ફીકારભાઈનું પર સ્થળ પર પાકીટ ખોવાય ગયેલ હતું, તેની જાણ ફ્લાવર શો ના કાઉન્ટર પાસે કરવામાં આવી હતી. જે ખોવાયેલ પાકીટ મહાનગરપાલિકાના સુરક્ષા શાખાના કર્મચારી શ્રી રાજેન્દ્રસિંહને મળેલ. તેણે પાકીટમાંથી આધાર પુરાવા મેળવી શ્રી ઝુલ્ફીકારભાઈને જાણ કરી. સુરક્ષા શાખાના કર્મચારીશ્રી રાજેન્દ્રસિંહએ પોતાની દીકરીને પાકીટ મળ્યાની જાણ કરી, પાકીટની અંદર રહેલા ડોક્યુમેન્ટસ પરથી મૂળ માલિકનો સંપર્ક કરવા સૂચના આપી હતી. દીકરીએ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સનાં આધારે શ્રી ઝુલ્ફીકારભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કર્મચારી શ્રી રાજેન્દ્રસિંહે તેમને ફોન કરી પોતાની નોકરીનું સરનામું આપીને કહ્યું કે મારો ફોન નંબર નોંધી રાખજો અને ગમે ત્યારે ઓફિસે આવીને તમારૂ પાકીટ લઇ જજો. ત્યારબાદ શ્રીઝુલ્ફીકારભાઈ અને તેમના જમાઈ શ્રી સલીમભાઈ તા. ૨૯-૦૧-૨૦૨૦ ના રોજ મહાનગરપાલિકાની સુરક્ષા શાખા ખાતે આવ્યા હતા અને વિજીલન્સ ઓફિસર શ્રી આર.બી. ઝાલાની ઉપસ્થિતિમાં તેમને પાકીટ પરત સોંપવામાં આવેલ.

#rajkot #rangchherajkot #rajkotpolice #rajkotinstagram #rajkot_instagramSource : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot