રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાસ વગર…

889
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાસ વગર...


રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાસ વગર એક પણ વ્યક્તિએ ઘરની બહાર નહીં નીકળી શકે. જરૂર પડ્યે લોકો પોલીસ કંટ્રોલરૂમમાં 100 નંબર પર પણ ફોન કરી શકશે. દવા, દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓ ફરજિયાત હોમ ડિલિવરી કરવી પડશે.પરિસ્થિતિને જાણવા માટે ખુદ પોલીસ કમિશનર ચેકીંગમાં નીકળ્યા હતા. રસ્તા પર બિન જરૂરી નીકળતા લોકોને સમજાવી રહ્યા છે.રાજકોટમાં એક જ બાઇકમાં 2 વ્યક્તિ નીકળશે તો તેની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થશે. જે સંસ્થા કે લોકોને પાસ આપવામાં આવ્યા છે તેમને પણ કામ વગર બહાર ન નીકળવું. સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે હેતુથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્ટાફને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. સાથે જ શેરી-ગલીઓમાં બેસનાર લોકો વિરૂદ્ધ પણ પોલીસ સખ્ત કાર્યવાહી કરશે.જરૂર સિવાય ઘરની બહાર ન નિકળે તેવી અપીલ કરવામાં આવી..
.
#rajkotfightscorona #rajkot #rajkotcitypolice #ourrajkot #stayhomestaysafe #gujaratSource : our_rajkot