રાજકોટ : પાપડ વણતાં માતા અને રીક્ષા ચલાવતા પિતાના પુત્રને 99.98 PR…. આજે ધોરણ…

1130

રાજકોટ : પાપડ વણતાં માતા અને રીક્ષા ચલાવતા પિતાના પુત્રને 99.98 PR….

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા દીપ હિંગરાજીયાએ 99.98 PR મેળવ્યા છે. દીપના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય છે. દીપના માતા રીટાબેન પાપડ વણે છે તો પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. દીપના પિતાનું સપનું છે કે મારે ભલે રીક્ષા ચલાવવી પડે પણ મારા દિકરાને ઉચ્ચ અભ્યાસ કરાવવો છે. પિતાના સપનાને સાકાર કરતા દીપે ઉત્તમ પરિણામ હાંસલ કરતા પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે. દીપએ સ્ટેટ વિષયમાં 100માંથી 100 અને એકાઉન્ટમાં 100માંથી 94 માર્ક હાંસલ કર્યા છે. જ્યારે રાજકોટમાં વાહનોમાં સીટ કવર નાંખી મજૂરી કરનારના પુત્રએ 99.99 PR મેળવ્યા છે.

Courtesy – Divyabhaskar
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot