રાજકોટ :- ગોંડલના માત્ર 12 વર્ષના બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ.. માત્ર 1 જ મિનિટ…

1905


રાજકોટ :- ગોંડલના માત્ર 12 વર્ષના બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ..👏
માત્ર 1 જ મિનિટ માં 89 ભાગાકાર ગણી ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા માં પરફેક્ટ કલાસીસ યુસીમાસ માં અભ્યાસ કરતા 12 વર્ષ ના સૌમ્ય મકવાણા વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા માં પોતાનું સ્થાન અંકિત કરી ને અદભુત એવો વર્લ્ડ રેકોર્ડ કર્યો.
કોરોના ની આફત વચ્ચે જ્યારે બધા બાળકો પોતાનો સમય મોબાઈલ માં ગેમ્સ રમવામાં કે ઈન્ટરનેટ પર વ્યતીત કરતા હતા ત્યારે ગોંડલ ને એક અનેરી ઊંચાઈ આપવા ના મક્કમ ઈરાદા સાથે છેલ્લા 6 મહિના થી એક પરિશ્રમ રૂપી યજ્ઞ ચાલુ હતો .
સૌમ્ય ને ટ્રેઈન કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર પરફેકટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના ડાયરેકટર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ મેળવવા અમે અબેકસ પદ્ધતિ નો ઉપયોગ કરેલ. બાળકો ને ગણિત ના સામાન્ય પાળા કે ટેબલ પણ યાદ રાખવામાં તકલીફ પડે છે કે ગણિત અઘરું લાગતું હોય તેને સરળ બનાવવું હોય કે બાળકો નો પાયો મજબૂત બનાવવો હોય તો આ અબેકસ મેથડ બાળકો ને ખૂબ ઉપયોગી થાય છે.
12 વર્ષ ના સૌમ્ય નિરવભાઈ મકવાણા એ ગણિતના અઘરા કહી શકાય એવા ભાગાકાર ને પોતાનું લક્ષ્યાંક બનાવ્યું અને શરુ થઈ એક જબરજસ્ત તૈયારી. દરરોજ ની 4 થી 5 કલાક ની મેહનત, 50 થી 60 પેપર ની મેહનત સાથે દીવસ ને રાત જોયા વગર સતત અને સખત મહેનત સાથે રોજે રોજ નું અપડેટ લઈ ને , તેના વર્ક માં સતત સુધારા વધારા બાદ 6 મહિના ને અંતે એવા મુકામ પર પોહચ્યા કે જે કોઈ ને વિચારવું તો ઠીક , પણ જોઈ ને પણ માનવામાં ન આવે કે આ સાલું થાય કેમ. માત્ર 1 મિનિટ માં 89 ભાંગાકારના દાખલા અને પણ ત્રણ આકડાના દાખલા એટલે કે .07 સેકન્ડ માં દાખલો જોવાનો , વિચારવાનો અને સાથે લખાઈ પણ જવો જોઈએ.
આ બાળક ને તૈયાર કરવામાં પરફેક્ટ કલાસીસ ના રજનીશ રાજપરા તેમજ ઈશાની ભટ્ટ અને માનસી હિરપરાનું માર્ગદર્શન તથા તેમના વાલી નિરવભાઈ અને ક્રિષ્નાબેન નો પણ સિંહફાળો છે..
.
#rajkot #gondal #worldrecordindia #mathematics #ourrajkot #gujarat #indiaSource : our_rajkot