રાજકોટ :- કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્…

1426


રાજકોટ :- કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ખાતે પગાર વધારાની માંગ સાથે કરી ધરણા અને રજૂઆત.

હોમ આઇસોલેશન, સંજીવની રથ તથા ઇમરજન્સી વોર્ડની કામગીરી માટે કોન્ટ્રાક બેઝ પર આરોગ્ય કાર્યકર (MPHW) તરીકેની ફરજ તા.૦૮/૦૫/૨૦૨૦ થી શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં કામગીરી નિયમ મુજબના સમય દરમ્યાન ફરજ બજાવેલ છે. અને ૮૯૯૨(આઠ હજાર નવસો બાણું) પગાર પેટે મળે છે જે ખૂબ ઓછો હોય , હજુ પણ ચાલુ કામગીરીમાં રજાના દિવસોમાં તથા જાહેર રજાના દિવસોમાં ફરજ બજાવીએ છીએ. આમ છતાં અમોને રજાના દિવસો તથા જાહેર રજાના દિવસોનો પગાર ચૂકવાતો નથી જે અન્યાય છે.
તો આ બાબતે શનિવાર, રવિવાર તથા જાહેર રજાઓમાં બજાવેલ સંપૂર્ણ કામગીરીને ધ્યાનમાં લઈને પગાર ભથ્થુ ચુકવવા બાબતે કર્મચારીઓએ રજૂઆત કરી.
.
@smartcityrajkot #rajkotmunicipalcorporation #rajkot #coronawarriors #rajkotian #ourrajkot #gujaratSource : our_rajkot