રાજકોટવાસીઓ માટે ૨૦૨૦ નું વર્ષ કેવું રહ્યું?? ૨૦૨૦ નું વર્ષ આપણાં માટે ખુબજ સંઘ…

1555


રાજકોટવાસીઓ માટે ૨૦૨૦ નું વર્ષ કેવું રહ્યું??

૨૦૨૦ નું વર્ષ આપણાં માટે ખુબજ સંઘર્ષ વાળુ રહ્યું છે.ચાલુ થયું ત્યારથી કોરોના ની મહામારી એ આપણાં જીવન માં ખુબજ પરિવર્તન કર્યું છે.શરૂઆતના થોડા મહિના લોકડાઉન આવ્યું એના પછી ઘણા બધા એ પોતાના સ્વજનોને બીમાર પડ્યા જોયા,લોકો ના ધંધા તથા રોજગાર પણ લાંબા સમય સુધી બંધ રહ્યા, શાળાઓ અને કોલેજો પણ બંધ રહી પણ સાથે સાથે આપણે ઘણું શીખવ્યું પણ છે કે જ્યારે કોઈ પણ આફત આવે તો આપણો પરિવાર તથા આપણાં મિત્રો જ સાથે રહે છે. લૉકડાઉન નો સમય પરિવાર સાથે વિતાવ્યો એ પણ આખી જીદંગી યાદ રહેશે. કોરોના માં આપણાં ડોક્ટરો, પોલીસ, સફાઈ કર્મચારીઓ તથા બીજા બધા જેને શહેર ને સ્વરછ રાખવા સાથે બીમારી ફેલાઈ નહિ તથા દર્દી ની સંભાળ રાખવામાં મહત્વ નું યોગદાન આપ્યું છે એમને પણ આપણે બિરદાવવા જોઈએ.આપણે આવનારું વર્ષ ૨૦૨૧ને નવી આશાઓ થી આવકારીએ અને આશા રાખીએ કે આવનારું વર્ષ બધા ના જીવન માં સુખ શાંતિ લાવે.

#રાજકોટ#rajkot#gujarat#ourrajkotSource : our_rajkot