રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના રાજ્યાભિષેક અ…

908
રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના રાજ્યાભિષેક અ...


રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના રાજ્યાભિષેક અને રાજતિલકની વિવિધ તૈયારીઓ આખરી તબક્કામાં છે. ફક્ત રાજકોટ કે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં આટલા મોટાપાયે કોઇ રાજવીનું રાજતિલક થયું હોય એવું નજીકના ભૂતકાળમાં બન્યું નથી. રાજકોટમાં યોજાનાર આ પ્રસંગ ખૂબ જ ઐતિહાસિક અને ઘણો મહત્વનો બની રહવાનો છે. સનાતન ધર્મ, રાજધર્મ, ક્ષાત્રધર્મ, અને લોકતંત્રનો એક સમન્વય આ ઉત્સવમાં રચાવાનો છે. રાજતિલકની વિધિમાં દ્વારકા તથા જ્યોર્તિમઠમાં પીઠાધીશવર સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતીજીના પ્રતિનિધિ સદાનંદ સરસ્વતી, શ્રી પરમાત્માનંદજી સરસ્વતીજી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ હાજર રહેશે.આ દરમિયાન રણજીત વિલાસ પેલેસ ખાતે 7000થી વધારે દીવડાઓ ઝગમગશે. 2500થી વધુ દીકરા-દીકરીઓ તલવાર રાસ દ્વારા શોર્ય અને પરંપરાની ઝાંખી કરાવશે તેમજ ભવ્ય નગરયાત્રામાં ઠાકોર સાહેબ રાજકોટની પ્રજાનું અભિવાદન ઝીલશે. રણજીત વિલાસ પેલેસમાં યજ્ઞની આહુતિઓ આપવામાં આવશે. ત્યારબાદ 30 જાન્યુઆરીના રોજ રાજતિલક વિધિ યોજાશે.Source : our_rajkot