રાજકોટના રાજવી પેલેસનો અંદરનો નજારો, આજથી રાજતિલક વિધિ સમારોહ શરૂ, સાંજે દસ વિધિ…

1081

રાજકોટના રાજવી પેલેસનો અંદરનો નજારો, આજથી રાજતિલક વિધિ સમારોહ શરૂ, સાંજે દસ વિધિ સ્નાન….

રાજકોટ રાજ્યના 17માં રાજવી તરીકે યુવરાજ માંધાતાસિંહ જાડેજાની રાજવી ઠાઠથી રાજ તિલક વિધીનો સમારોહ આજથી શરૂ થવા જઇ રહ્યો છે. આ મહોત્સવ આજથી શરૂ અને 30 જાન્યુઆરીએ સમાપન થશે. ચાર દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 4થી 6 વાગ્યે દેહ શુદ્ધિ, દસ વિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ચિત વગેરે કાર્યક્રમો યોજાશે. રાજકોટના રાજવીનો રણજીત વિલાસ પેલેસનો અંદરનો નજારો અલગ જ છે.

પેલેસમાં રાજાશાહી વખતનું રાચરચીલું
રાજકોટના પેલેસ રોડ પર ભવ્ય મહેલ જેવા પેલેસમાં રાજવી પરિવાર નિવાસ કરે છે. આ પેલેસમાં અંદરના એક એક રૂમમાં આજે પણ રજવાડું જીવીત છે. રાજાશાહી વખતનું રાચરચીલું, એ વખતની રહેણીકહેણી, આજે પણ જીવંત છે. પેલેસની સામે જ આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે, આ મંદિર પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાએ બંધાવ્યું છે. કહેવાય છે કે મનોહરસિંહજીએ રૂમની બારીમાંથી આજે પણ આશાપુરા મંદિરમાં રાખેલી માતાજીની મૂર્તિ દેખાય છે.

#rajkot #rajvipalace #rangchherajkotSource : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot