*મનોદિવ્યાંગ બાળકો માટે રાજકોટના કલેકટર રેમ્યા મોહનની સંવેદના સભર સહાય* ૦૦૦૦૦૦૦…

1141

*મનોદિવ્યાંગ બાળકો માટે રાજકોટના કલેકટર રેમ્યા મોહનની સંવેદના સભર સહાય*
૦૦૦૦૦૦૦૦૦
*એકરંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને તાત્કાલિક ઘોરણે રાશન સહાય પુરી પડાઈ*
*રાજકોટ, તા.૧૦ એપ્રિલ –* રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને અમુલ સર્કલ પાસે આવેલી એકરંગ ચિલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ દ્વારા સંચાલિત સંસ્થામાં રહેતા દિવ્યાંગ બાળકો માટે જરૂરી રાશનનો જથ્થો તાત્કાલિક ધોરણે પહોંચાડવા તંત્રને તાકીદ કરી સંવેદના સભર સહાય પહોંચતી કરી હતી.
એકરંગ સંસ્થા ખાતે ૪૦ જેટલી મનોદિવ્યાંગ બાળકો તથા કેરટેકર સ્ટાફ સહિત કુલ ૫૦ વ્યક્તિઓને લોકડાઉનના લીધે જરૂરી સામગ્રીનો જથ્થો મેળવવામા મુશ્કેલી પડતી હોવાની જાણ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહનને થતાં તેમણે તાત્કાલિક ધોરણે રેશનનો જથ્થો પહોંચાડયો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહનની સુચનાથી પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક આ સંસ્થાને ૧૦૦ કિલો ઘઉં, ૫૦ કિલો ચોખા, ૫ કિલો મગ દાળ, ૫ કિલો ગોળ, સીંગતેલ સહિતનું કરિયાણું લાભાર્થીઓને પહોંચતું કરવામાં આવ્યું હતું.
કટોકટીના સમયમાં લોકોની સેવા એ જ વહીવટી તંત્રનો અંતિમ ઉદ્દેશ છે. કોઈ પણ મુશ્કેલીમાં હોય તો હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધતા તેનું નિવારણ લાવવા તંત્ર કટિબદ્ધ હોવાનું પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલએ જણાવ્યું હતું.
આ તકે અગ્રણીશ્રી રાજુભાઈ ધૃવ, સંસ્થાના સંચાલક દંપતીશ્રી કમલેશભાઈ પ્રજાપતિ, શ્રી દિપીકાબેન પ્રજાપતિ તથા જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#rajkot #handicapchildren #helped #rmc #rajkotmunicipalcorporation #remyamohan #rangchherajkot @ Rajkot, Gujarat
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot