ફ્રોડ બાબતે ચેતવણી આપતી SBI સાઇબર ફ્રોડ હવે કાંઈ નવો શબ્દ નથી ત્યારે દરેક બેંક …

1287

ફ્રોડ બાબતે ચેતવણી આપતી SBI

સાઇબર ફ્રોડ હવે કાંઈ નવો શબ્દ નથી ત્યારે દરેક બેંક પોતાની રીતે ગ્રાહકોને કોઈ ને કોઈ માધ્યમે નવા નવા ફ્રોડ ની જાણકારી આપતી રહે છે, જે સરકારશ્રી અને પોલીસ પણ આપે છે. ત્યારે ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડસ હવે એવું જરૂરી બન્યું છે કે તેના આધારે માણસ મોટી વસ્તુઓ ખરીદે અને વધુ ને વધુ નાણાં નો ઉપયોગ કરે. જ્યારે બેન્કો પણ ગ્રાહકોને પોતપોતાની પોલિસીઓ મુજબ વધુ ને વધુ લીમીટ આપે છે, તે સુવિધા છે પરંતુ આનો દૂરઉપયોગ કરી ને ચીટર માણસો સાઇબર ફ્રોડ ને અંજામ આપે છે. SBI BANK OFFICIAL APPLICATION એટલેકે 'એસબીઆઈ કાર્ડ' એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં નોટિફિકેશન માધ્યમે ફરી અવેરનેસ મેસેજ મુક્યા છે જેમાં પોતાની કોઈ કોન્ફીડેન્સીઅલ માહિતી શેર ન કરવા જેવુ સાવચેતી ભર્યું નોટિફિકેશન આપેલ છે.
Source : Cyber Security Training Centre