પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા દ્વારા વિકસાવાઈ રહેલી ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા…

1519


પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા દ્વારા વિકસાવાઈ રહેલી ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિશીલ્ડને ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

કોરોના વેક્સિનને લઇને શુક્રવારના રોજ મહત્વની બેઠક યોજાઇ હતી. CDSCOની આ બેઠકની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ભારતમાં આ વેક્સીનનું ઉત્પાદન પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યુટે એસ્ટ્રાજેનેકા સાથે કોરોના વેક્સિનના ઉત્પાદન માટે કરાર કર્યા છે.

ઓક્સફર્ડની આ વેક્સીનને સૌથી પહેલી મંજૂરી બ્રિટન દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ આર્જેન્ટીનાએ મંજૂરી આપી અને હવે ભારત આ વેક્સીનને મંજૂરી આપનારો ત્રીજો દેશ બન્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા પહેલાથી જ આ વેક્સિના પાંચ કરોડ ડોઝ તૈયાર કરવામાં આવ્યા છે. ભારતમાં આ વેક્સીનનું નામ ‘કોવિશીલ્ડ’ રાખવામાં આવ્યું છે.

#SerumInstitute #Approval #Covishield #Vaccine #CoronaVaccine #EmergencyUse#rajkot#gujaratSource : our_rajkot