દેશમાં વધી રહેલા કોરોના વાયરસનાં સંક્રમણને જોતા સંભવત રીતે આ પહેલીવાર છે જ્યારે …

964


દેશમાં વધી રહેલા કોરોના વાયરસનાં સંક્રમણને જોતા સંભવત રીતે આ પહેલીવાર છે જ્યારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સેનાઓનાં પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ કરી.આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરાવણે, એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા, નેવી સિફ એડમિરલ કરમબીર સિંહ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનાં જણાવ્યા અનુસાર ત્રણેય સેનાઓ તરફથી 3 મે, રવિવારનાં વિશેષ ગતિવિધિઓ થશે.
એરફોર્સ શ્રીનગરથી તિરુવનંતપુરમ અને દિબ્રુગઢથી કચ્છ સુધી ફ્લાઈ પાસ કરશે. કોરોના વોરિયર્સનાં સમર્થનમાં નેવી સમુદ્ર કિનારઓને રોશનીથી ઝગમગાવી દેશે. 3 મેની સાંજે નેવી દરિયાઈ વિસ્તારોમાં પોતાના યુદ્ધ જહાજો તૈનાત કરશે. આ વોરશિપ્સ રોશનીથી ઝમગાવવામાં આવશે અને નેવીનાં હેલીકોપ્ટર્સ કેટલીક હૉસ્પિટલો અને ખાસ કરીને કોવિડ સ્પેશલ હૉસ્પિટલો પર ફુલ વરસાવશે
#rajkot#gujarat#ourrajkot#india#COVID19 #armedforces #army#navy#airforce#StayHomeStaySafeSource : our_rajkot