જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. જોકરનું પા…

1378

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જોકરનું પાત્ર આપણે આપણી ભવાઈઓથી લઈને બોલિવૂડ અને હોલિવુડમાં પણ જોયું છે. જોકર સર્કસથી લઈને ઘણા ઇવેન્ટ્સમાં પણ જોવા મળે અને બાળકોની ખુશીનું કારણ પણ કદાચ જોકર હોય છે. પણ આપણને રિયલ લાઈફમાં જે જોકરનું પાત્ર ભજવે છે એના વિશે બહુ જ ઓછી ખબર છે. તો ચાલો આજે આપણે રાજકોટ જઈએ અને જાણીએ સચિન ચિત્રોડા વિશે

નમસ્કાર મિત્રો હું તમારો જોકર એટલે કે કાંતિભાઈ ચિત્રોડા, તમે મને અત્યારે "કલાકાર"ના માધ્યમથી વાંચી રહ્યાં છો. મારી વાત કરું તો અત્યારે હું વ્યવસાયમાં ઓટો સર્વિસ એટલે કે બાઈક રીપેરીંગનું કામ કરું છું. વીસેક વર્ષ પહેલા હું જ્યારે નવરાત્રિની ગરબીમાં સેવા આપતો હતો ત્યારે પહેલીવાર જોકર બનીને બાળકોને હસાવવાનો રોલ કર્યો, ત્યારબાદ આમ જ દર વર્ષે ગરબીમાં જોકર બનીને બધાને હસાવતો. મને આ કામમાં સંતોષ અને આનંદ મળવા લાગ્યો અને ધીમે ધીમે બધા મને સચીન જોકર નામથી ઓળખવા લાગ્યા. હું અહીં પહોંચ્યો એ બદલ હું ઘણા લોકોનો આભારી છું અને એમાંય મુક્તા ઈવેન્ટ્સના ભાવેશભાઈ મહેતાનો સિંહફાળો રહ્યો છે. શરૂઆતમાં ઘરે થોડો વિરોધ થયો પણ પછી તો મોરબી, જૂનાગઢ, જામનગર, આણંદ વગેરે શહેરોમાં બર્થડે પાર્ટી, એન્યુઅલ ફંક્શન વગેરેમાં મને બોલાવવા લાગ્યા. હોળી-ધુળેટી, 15 મી ઓગષ્ટ હોય કે નાતાલનો તહેવાર, લોકોને મારું પાત્ર ગમવા લાગ્યું અને ધીમે ધીમે આ સફર આમ જ ચાલવા લાગી. મેં જાણતા રાજા નાટકમાં શિવાજીના મુનીમનું પાત્ર પણ ભજવ્યું હતું. ત્યારબાદ તો ઘણા માન-સન્માનો મળ્યા અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ મને સન્માન મળ્યું છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને શિખર ધવને પણ મારા કામને વખાણ્યું એનો અદભુત આનંદ છે. અને આપના જેવા ચાહકોને કારણે મારી આ કલા જીવંત છે.

#kalakar @sachinbhai chitroda. @manoj sondagar
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot