જાપાનીઝ મિયાવાકી ટેકનોલોજી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 5 એકર વિસ્તારમ…

1285


જાપાનીઝ મિયાવાકી ટેકનોલોજી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 5 એકર વિસ્તારમાં ગાઢ જંગલ બનાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ ટેકનોલોજીથી ગાઢ જંગલ ધરાવતી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનશે. આ ટેકનોલોજી દ્વારા ઝડપથી અને ઘનિષ્ઠ વૃક્ષો ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે ગાઢ જંગલ બનતા 200 થી 250 વર્ષનો સમય લાગે છે. પરંતુ આ ટેકનોલોજી દ્વારા 25 થી 30 વર્ષ માં ગાઢ જંગલ તૈયાર થઈ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 એકર જગ્યામાં 50 હજાર વૃક્ષો નું ગાઢ જંગલ તૈયાર થશે .સદ્દભાવના ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે આ માટે MOU થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોકટર વિજય દેસાણી જણાવ્યું હતું કે યુનિવર્સિટી સદભાવના ટ્રસ્ટ ને 5 એકર જમીન વૃક્ષોના વાવેતર માટે આપશે.1 એકરમાં આશરે 12 હજાર વૃક્ષો વાવવામાં આવશે. ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ દ્વારા છોડનો ઉછેર થશે. વૃક્ષો ની જાળવણી માટે તમામ પાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂરું પાડશે. યુનિવર્સિટી દ્વારા દરરોજનું 50 હજાર લીટર પાણી આપવામાં આવશે જે રૈયા રોડ પરના કોર્પોરેશનના સુએજ સંપ માંથી આવશે.
#rajkot#gujarat#ourrajkotSource : our_rajkot