કસ્ટમર કેરના નામે થયો ફ્રોડ: તપાસની ધમધમાટ શરુ કરાવતા સીસીઆઇ વિઠલાણી ગુજરાત પોલ…

1176

કસ્ટમર કેરના નામે થયો ફ્રોડ: તપાસની ધમધમાટ શરુ કરાવતા સીસીઆઇ વિઠલાણી

ગુજરાત પોલીસના સાઇબર સેલ દ્વારા હજુ આવા ફ્રોડ વિષે માહિતી અવેરનેસ માટે ફેલાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યાં જ વેરાવળના રહેવાસી આ ફ્રોડના શિકાર બન્યા હતા. તારીખ 3 મે 2020 ના રોજ જગદીશભાઈ પોતાના મોબાઇલમાં ગુગલમાં 'ગુગલ પે વોલેટ' ના કસ્ટમર કેર નંબર શોધતા હતા ત્યારે તેઓ ને એક નંબર ઉપર દેખાયો, તેમાં ફોન કરતા ખાનગી માહિતીઓ અને મોબાઈલ ઍક્સેસ લેવામાં આવ્યું અને બેંકનો મેસેજ મળ્યો કે આપના ખાતામાંથી 18000 જેટલી રકમ ઉપડી ગઈ છે. અહીં આવા કેસમાં બેંકે સહકાર આપવો કે નહિ તે પોતે અધિકારીઓ પર આધારિત છે અન્યથા ખાતાધારક ઘણી વાર હેરાન થતા હોઈ છે ત્યારે આ કેસ કન્સલ્ટિંગ ગુજરાત સર્ટિફાઈડ સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર ગોપાલ વિઠલાણી ને આપતા તેઓ એ યોગ્ય માહિતગાર કરી બેન્ક ને ભારપૂર્વક જણાવી સાઇબર ફ્રોડની કંપ્લેઇન્ટ નોંધવા આદેશ કર્યો હતો સાથે યોગ્ય સેન્ટ્રલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ કરાવેલું અને જરૂર પડ્યે વધુ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તેમ જણાવેલું.

http://cyberstudyroom.com/
Source : Cyber Security Training Centre